Tag Archives: ગઝલ

દરિયા-દિલ (ગઝલ)

દિલના  એવા  દરિયામાં  સ્નેહની  ગહેરાઈ છે,

એમ  છતાં  કિનારે  કેમ  ખારાપણું  છલકાઈ  છે?

 

હેતાળ  હસતા  રહેતાં  સમુદ્રની  માફક  જાણે,

પ્રસન્નતા  મુખની  કેમ  ખોખલી જ  દેખાય  છે?

 

આવન અને જાવન   જળનું  કરે છે  કરતબો  જાણે,

સુખ-દુઃખની  રમત  કેમ  જીવનમાં જ  રમાઈ  છે?

 

પાણીની  સરવાણી  એ તો  મનની જ  નિશાની  જાણે,

સતત  વિચારવાની  ટેવ  કેમ  જાતે જ  બંધાય  છે?

 

“વંદના”  ખરો!  ખેલ  આજ  જીવન સમુદ્રમાં  જાણે,

તોફાનોનો  વચ્ચે જ  કેમ  જીવ તણી   ભલાઈ  છે?

દિલના  એવા  દરિયામાં  સ્નેહની  ગહેરાઈ  છે…….

 

વંદના  પી.  જેઠલોજા

અક્ષરો વંચાતા નથી…

                                       કોરા  કાગળ પર  અક્ષરો  અંકાતા  નથી,

                                        વાંચવાને   ચાહું  તોયે  વંચાતા   નથી.

 

                                       બે  ઘડીની   મસ્તી , અર્ધ  ડૂબેલ  આ  કસ્તી,

                                        પવનના  જોકાને   મારાથી  રોકાતા  નથી.

 

                                     ઝાકળ બુંદની   વચ્ચે   હોય  ફોરમની  હસ્તી,

                                      તોયે  કળીઓના  પાન   ભીંજાતા  નથી.

 

                                   નસીબ  આવી  જાય છે  મારગમાં   હંમેસા,

                                    વિધાતાના  લેખ  રબરથી  ભુંસાતા  નથી.

 

                                “વંદના”  ખરો   જામ્યો છે  આજ   ખેલ  જોને,

                                દ્રષ્ટિના   આંસુ   કેમેય   નયનથી   લુંછાતા  નથી.

                             મારા   અક્ષરો  આ જ  મુજથી  વંચાતા  નથી…

@વંદના  પટેલ@ 

વાત એક વાતની…

સાચવીને  રાખી છે  વાત  એક  વાતની,

આ જ  તો  ખરી  ઓળખાણ  માનવજાતની .

 

હાથમાં હાથ  નાખી  ચાલતા  રહ્યા  નિરાંતે,

હસતા-હસતા  વીતી ગઈ  ઘડી ભીષણ  રાતની.

 

કેટ -કેટલાંય   યુગો  યુધ્ધના  વીતી  ગયાં,

જીત્યું કોણ?  હાર  કોની  તે  જાતની.

 

ખિસ્સામાં  ભલે  એકેય  ફદિયું  ન  મળે,

આંખ  જોઈ  લાગણીવશ  મળી  મુળી  લાખની.

 

ભલેને  ના થઇ  રહ્યા  સંત- મહાત્માં,

બુરાઈના  તળિયે  પણ  અચ્છાઈના  અખાતની.

 

વાત-વાતમાં  ભલેને  જીવન  વીત્યાં અનેક,

“વંદના” લખાઈ ગઈ  કહાની  આપણા  સાથની.

આ જ  તો  ખરી  ઓળખાણ  માનવજાતની…..

@વંદના  પટેલ@ 

સમય…

                          નવા  નવા  રૂપ  બદલાવે  છે  સમય,

                          વાત  શાનથી  સમજાવે  છે  સમય.

 

                       બધાથી   અલગ  રહે  ભલે  એકાંતમાં ,

                       સાથ  સૌનો  નિભાવે છે  સમય.

 

                      રામાયણમાં  ત્યાગ   સમજાવે  શાંત થઇ,

                      મહાભારતમાં  યુદ્ધ  શીખડાવે છે  સમય.

 

                     કાયમ  માનતા  રહ્યા  જેઓને  દુશ્મન,

                     તેની સાથે  હાથ  જાલી  ચલાવે છે  સમય.

 

                   ક્યારેક  બનાવીદે   ક્ષણને  પણ  યુગ જેવી,

                   યુગોને  ક્ષણમાં  સમાવે છે  સમય.

 

                   “વંદના”  ભલેને  બની  રહે  સિકંદર,

                  તેનેય  એક દિવસ   જુકાવે છે   સમય…

 

@વંદના@

કેમ છો?કહ્યું…

                     દુ:ખના  ખોળામાં  આળોટતા   આ  મનડાને ,

                    સુખી  એક  ચહેરાએ   કેમ છો ?  કહ્યું.

 

                    તવ  એક  બુંદ માટે  તરસતા  ચાતકને ,

                    વરસાદી   ધારાયે  પ્રેમ છો  કહ્યું.

 

                    પગ-પગ   ચુભતી  કંટક રૂપ  સમસ્યાઓને,

                   હળવા  એક  હાસ્યએ   વ્હેમ  છો  કહ્યું.

 

                   ઝાડથી  ખરતા  છેલ્લા  એ  પર્ણને,

                   પાનખરની   વાચાએ  મુજ  જેમ છો  કહ્યું.

 

                   “વંદના ”  હતા  જ્યાં  બોલવા  પણ  અશક્ત,        

                   ત્યાં  અંગત  એક  આંખોએ  કેમ છો ? કહ્યું.

@વંદના પટેલ@

ન મળે…

રાખના  ઢગલામાંથી આજ   કફન ન  મળે,

જીન્દગી  આખીયે  પૂરી થાય  છતાં  જીવન  ન મળે.

 

પગલે – પગલે  સંભાળતી રહી  આહટ,

લોકો મળ્યા અનેક  છતાંય  મન  ન  મળે.

 

ફૂલ-ફૂલ , ઝાડ-ઝાડ  પર  શોધતી રહી  નજર,

ભરી  સહાદત  છતાં  ચમન ન  મળે.

 

ઝુકી ગયું આ મન  વિચારો સામે  અન્યના,

મારા  વિચારોને  કારણ  ગગન ન મળે.

 

શીખવા બેસી આજ  બનીને  બાળક,

મળે  જ્ઞાન  બધું  છતાં  મનન  ન  મળે.

 

“વંદના”  વિખરાયા  રંગો  બધા  આકાશે  એવાં,

આ   મેઘધનુંસ્યમાં  એકેય  રંગ ના  મળે….

 

@વંદના જેઠલોજા@

મન…

પળ -પળ બદલાય  અને   ક્ષણ – ક્ષણ  સમજાય,

ડગ-ડગ  ભરમાય  આ  અધીર  થતું   મન .

વિશ્વના  આ  અનેકવિધ  અચમ્બાવો  પાછળ,

મનમાં  મુંજાય  આ  અધીર  થતું  મન.

ભર  વસંતમાં  છેડે  ચમનની  કળીઓને,

પાંદડી  થઇ  શરમાય આ  અધીર થતું મન.

વિચારે-વિચારે  રૂપ  ધરે  નવા નવા,

કણ – કણ  લપાય  આ  અધીર  થતું  મન.

અંગતની વચ્ચે  ઝૂમી  ઉઠે છે   એકલું,

પંડથી  પીડાય આ અધીર થતું  મન.

“વંદના”  જયારે  વરસે   ખુશુની  બુંદ,

દુઃખમાં  પણ  ટહુકાય  આ  અધીર થતું મન…

પળ-પળ  બદલાય  આ   અધીર  થતું  મન ….

@વંદના  જેઠલોજા@