Category Archives: ચિંતન

બસ, તારો સાથ….

                        વિચારોના  વહેણને   તારા બાજુ  વળવું  છે,

                        તવ  પ્રીતમાં  હવે  થોડું  થોડું  બળવું  છે.

 

                      નથી   ક્યાય  મળતું  મને  તારું  સરનામું,

                    છતા   શોધમાં  તારી   એકલા  રઝળવું  છે.

 

                   મુઠ્ઠીમાં   લાવીશ  પ્રકાશનું   એક  કિરણ,

                   કારણ   તારા  મુખની  આભામાં   વિસ્તરવું છે.

 

                     ચાહના  કેવી  અને   કેવી  છે  આ  ઝંખના,

                   બેવું  કરતા   વિરહનું   સ્વરૂપ   વરવું  છે.

 

                    વિહંગ  બની  જાણે  આવી   પંખ  સ્વપ્નને,

                  પ્રેમના  આકાશમાં   પછી   મુક્ત  મને   ફરવું  છે.

 

               “વંદના”  ચાહે   બસ,  મળી જાય  તારો  સાથ,

                પછી   જાલી  તારો  હાથ   મોત  પહેલાં  મરવું  છે.

 

@વંદના  જેઠલોજા@

Advertisements

ન મળે…

રાખના  ઢગલામાંથી આજ   કફન ન  મળે,

જીન્દગી  આખીયે  પૂરી થાય  છતાં  જીવન  ન મળે.

 

પગલે – પગલે  સંભાળતી રહી  આહટ,

લોકો મળ્યા અનેક  છતાંય  મન  ન  મળે.

 

ફૂલ-ફૂલ , ઝાડ-ઝાડ  પર  શોધતી રહી  નજર,

ભરી  સહાદત  છતાં  ચમન ન  મળે.

 

ઝુકી ગયું આ મન  વિચારો સામે  અન્યના,

મારા  વિચારોને  કારણ  ગગન ન મળે.

 

શીખવા બેસી આજ  બનીને  બાળક,

મળે  જ્ઞાન  બધું  છતાં  મનન  ન  મળે.

 

“વંદના”  વિખરાયા  રંગો  બધા  આકાશે  એવાં,

આ   મેઘધનુંસ્યમાં  એકેય  રંગ ના  મળે….

 

@વંદના જેઠલોજા@

દૌડવા માટે જીવવું કે જીવવા માટે દૌડવું………

હિંદુ ધર્મમાં એવો ખ્યાલ છે કે જે વ્યક્તિ પુણ્ય એટલે કે સારા કર્મ કરે તેને સ્વર્ગ  મળે, તથા પાપ્ એટલે કે ખરાબ કર્મ કરે તેને નર્ક . એટલે મૃત્યુ પછી  બધા સરવૈયા કઢાય અને પુણ્યનું પલળું નમે તો સ્વર્ગ , પાપ વધી જાય તો નર્ક મળે ……..હવે , એક  અગત્યનો સવાલ … જે વ્યક્તિના પાપ અને પુણ્ય સરખા થાય તેઓનું શું?.. હજુ સુધી આવી સમસ્યા નથી સર્જાય,

પણ ધારો કે આવું બને તો , તેને શું સજા આપવી?..

બહુ વિચાર્યા પછી એવું નક્કી કર્યું, ભગવાને કે તેઓને સ્વર્ગ અને નર્ક વચ્ચેની વંડી પર બેસાડવામાં આવે, તે વ્યક્તિની હાલત બની જાય ખુબ જ દયનીય …જયારે તે વ્યક્તિ સ્વર્ગ તરફ જુવે ,તો ખુશી જ ખુશી , જલસા . આ જોંય તે દુ:ખી થાય  કે પોતાની હાલત કેટલી ખરાબ છે. અને જયારે નર્ક તરફ જુવે ખુશ કે નર્કમાં કીડાની જેમ ખદબદવા કરતા આ વંડી જ સારી….

આપણા બધાની હાલત વંડી પર બેઠેલ વ્યક્તિ જેવી જ છે… એક ઉદાહણ આપું તો , હું સ્કુટર લયને રસ્તા પર જતી હોય અને કોય સાયકલવાળાની આગળ નીકળી જવું  તો મારી જાતને દુનિયામાં બધાથી ખુશનસીબ માનવા લાગુ. પછી બીજી જ ક્ષણે જ્યારે કોઈ ગાડીવાળો મારી આગળ થાય તો પોતાની જાતને દુનિયામાં સૌથી દુ:ખી માનવાલાગુ ..

પછી સફર શરુ થાય દૌડની આગળ નીકળવાની . જીવન પુરુ થાય પણ આ દૌડ ના પૂરી થાય “અરે ભાઈ (કે બહેન) જીવન જીવવા માટે છે , દૌડવા માટે તો નથી .આ જીવન સંતોષ થકી મળી શકે કોઈ વસ્તુ પાછળ દૌડવાથી નહીં.

જીવવા માટે જરૂર છે સ્પંદન કરતુ જીવન. ચાલો દૌડવાનું બંધ કરી જીવવાનું શરુ કરીએ.

આ વાતે ચાલો એક કાવ્ય થઇ જાય.

“સ્વર્ગ છે જીન્દગી ,નર્ક છે જીંદગી
ના માનો તો કઈ નથી ,
માનો તો બધું જ છે જીંદગી….”

બધું જ શું? તે પછી ક્યારે ક પણ , માથા પર હાથ રાખી એક વાત વિચારી જુવો કે આપણે દૌડીયે છીએ કે જીવીએ છીએ…અને જો દૌડવાના જ હો તો બેસ્ટ ઓફ લક ……

@વંદના જેઠાલોજા @

પ્રથમ પગલું ….

પ્રથમ પગલું એટલે શરૂઆત.. શુભ શરૂઆત… રાહ હંમેશા પ્રથમ પગલું ઉપાડવાની જ હોય છે , બાકીની સફર તો તેના ઉન્માદમાં જ કપાય જાય છે.
નવી શરૂઆત એટલે વિચારોની , વિચારવાની અનોખી રીત , એક ઉદાહરણ આપું ન્યુટન , હા ગુરુત્વાકર્ષણના શોધક , તેઓની સફરજન વાળી વાર્તા સૌ જાણીએ છીએ તેઓ સફજનના ઝાડ નીચે બેસનાર તેઓ પ્રથમ વ્યક્તિ ન હતા , પણ વિચારોનું પ્રથમ પગલું માંડનાર જરૂર હતા . આવા તો કઈ કેટલાએ મહાનુભાવો હતા અને છે તથા રહેશે …

આ લીસ્ટ તો ભાઈ બહુ લાંબુ છે, આપણે પણ વિકાસ , આકાશ , તથા અવકાશ તરફ પ્રથમ પગલું માંડીએ અને કરીએ કશાક શુભની શુભ શરૂઆત …..

એક પ્રેરણા સ્વરૂપે ઈશ્વર આપણી શાથે જ છે. SO LETS START……..

ITS NOT END, its a grand starting…… શુભ શરૂઆત ……..

જીવન

જીવન એટલે ધબકાર , જીવન એટલે ઉત્સાહ, જીવન એટલે ઉત્સવ , જીવન એટલે આઝાદી , જીવન એટલે આનંદ, જીવન એટલે સ્નેહ…..

બધુંજ છે છતા કંઇ નથી ત્યાં જીવન છે. ખાલીપો સંપૂર્ણ ભરેલો છે જીવનથી. ગટરનાં કીડાથી માંડી આકાશમાં ઉડતા પંખી સુધી અને તેનાથી પણ અનંત સુધી વિસ્તરેલું છે જીવન.જયારે ન તો ઈષાઁ હસે ન તો રાગ કે દ્વેષ , ત્યાં હસે તો માત્ર ને માત્ર જીવન, સ્પંદન કરતું, સ્નેહાળ,નિજાનંદી જીવન ,જીવન, અને જીવન જ…….
આશા કે આપણે પણ આવુ જીવન જીવિ શકીએ…………..

@વંદના જેઠલોજા@