કેમ છો?કહ્યું…

                     દુ:ખના  ખોળામાં  આળોટતા   આ  મનડાને ,

                    સુખી  એક  ચહેરાએ   કેમ છો ?  કહ્યું.

 

                    તવ  એક  બુંદ માટે  તરસતા  ચાતકને ,

                    વરસાદી   ધારાયે  પ્રેમ છો  કહ્યું.

 

                    પગ-પગ   ચુભતી  કંટક રૂપ  સમસ્યાઓને,

                   હળવા  એક  હાસ્યએ   વ્હેમ  છો  કહ્યું.

 

                   ઝાડથી  ખરતા  છેલ્લા  એ  પર્ણને,

                   પાનખરની   વાચાએ  મુજ  જેમ છો  કહ્યું.

 

                   “વંદના ”  હતા  જ્યાં  બોલવા  પણ  અશક્ત,        

                   ત્યાં  અંગત  એક  આંખોએ  કેમ છો ? કહ્યું.

@વંદના પટેલ@

4 responses to “કેમ છો?કહ્યું…

  1. સુંદર ગઝલ. મનનીય વિચાર વિહાર.
    રમેશ પટેલ(આકાશદીપ)

  2. શ્રી વંદના બહેન,

    “વંદના “ હતા જ્યાં બોલવા પણ અશક્ત,

    ત્યાં અંગત એક આંખોએ કેમ છો ? કહ્યું.

    ખુબ સરસ .શબ્દ ગુથણી અને ભાવ.

  3. કેમ છો ? કહ્યું.
    Ane ChandraE Sambhalyu !
    Saras Rachana !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting you to Chandrapukar !

Leave a reply to Ramesh Patel જવાબ રદ કરો