મન…

પળ -પળ બદલાય  અને   ક્ષણ – ક્ષણ  સમજાય,

ડગ-ડગ  ભરમાય  આ  અધીર  થતું   મન .

વિશ્વના  આ  અનેકવિધ  અચમ્બાવો  પાછળ,

મનમાં  મુંજાય  આ  અધીર  થતું  મન.

ભર  વસંતમાં  છેડે  ચમનની  કળીઓને,

પાંદડી  થઇ  શરમાય આ  અધીર થતું મન.

વિચારે-વિચારે  રૂપ  ધરે  નવા નવા,

કણ – કણ  લપાય  આ  અધીર  થતું  મન.

અંગતની વચ્ચે  ઝૂમી  ઉઠે છે   એકલું,

પંડથી  પીડાય આ અધીર થતું  મન.

“વંદના”  જયારે  વરસે   ખુશુની  બુંદ,

દુઃખમાં  પણ  ટહુકાય  આ  અધીર થતું મન…

પળ-પળ  બદલાય  આ   અધીર  થતું  મન ….

@વંદના  જેઠલોજા@

Advertisements

4 responses to “મન…

 1. ભાવ સહ વહેતી સુંદર રચના. સાહિત્યિક કૌશલ્ય ઝબકે છે.અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

 2. વંદના, સરસ… કાવ્યોમાં રસ છે એ જાણી આનંદ.
  તમે ક્યાં છો મને ખબર નથી પણ જો ગુજરાતમાં હો તો
  દર મંગળવારે દિવ્ય ભાસ્કર ‘મધુરિમા’માં મારી કોલમ ‘કાવ્ય સેતુ’ શરુ આવે છે જેમાં સ્ત્રી સંવેદનાને સ્પર્શતા કાવ્યો પસંદ કરી એનો આસ્વાદ લખું છું.
  આશા છે તમે વાંચશો, અને તમને ગમે તો પ્રતિભાવ પણ આપશો…
  આ જ આસ્વાદો દર મંગળવારે મારા બ્લોગ ‘રીડ સેતુ’માં પણ પબ્લીશ થશે…
  આનંદ સહ આભાર…
  લતા

 3. પળ -પળ બદલાય અને ક્ષણ – ક્ષણ સમજાય,……………………….
  AND Your Post tells about “Man”
  And at the same time I have a Post on “Man Ane Vicharo” as “Suvicharo”
  Liked the Post !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Vandana…Please read the Comments on “About” of your Blog & hope you will detete the “wordpress words” and post your Profile instead !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s