દૌડવા માટે જીવવું કે જીવવા માટે દૌડવું………

હિંદુ ધર્મમાં એવો ખ્યાલ છે કે જે વ્યક્તિ પુણ્ય એટલે કે સારા કર્મ કરે તેને સ્વર્ગ  મળે, તથા પાપ્ એટલે કે ખરાબ કર્મ કરે તેને નર્ક . એટલે મૃત્યુ પછી  બધા સરવૈયા કઢાય અને પુણ્યનું પલળું નમે તો સ્વર્ગ , પાપ વધી જાય તો નર્ક મળે ……..હવે , એક  અગત્યનો સવાલ … જે વ્યક્તિના પાપ અને પુણ્ય સરખા થાય તેઓનું શું?.. હજુ સુધી આવી સમસ્યા નથી સર્જાય,

પણ ધારો કે આવું બને તો , તેને શું સજા આપવી?..

બહુ વિચાર્યા પછી એવું નક્કી કર્યું, ભગવાને કે તેઓને સ્વર્ગ અને નર્ક વચ્ચેની વંડી પર બેસાડવામાં આવે, તે વ્યક્તિની હાલત બની જાય ખુબ જ દયનીય …જયારે તે વ્યક્તિ સ્વર્ગ તરફ જુવે ,તો ખુશી જ ખુશી , જલસા . આ જોંય તે દુ:ખી થાય  કે પોતાની હાલત કેટલી ખરાબ છે. અને જયારે નર્ક તરફ જુવે ખુશ કે નર્કમાં કીડાની જેમ ખદબદવા કરતા આ વંડી જ સારી….

આપણા બધાની હાલત વંડી પર બેઠેલ વ્યક્તિ જેવી જ છે… એક ઉદાહણ આપું તો , હું સ્કુટર લયને રસ્તા પર જતી હોય અને કોય સાયકલવાળાની આગળ નીકળી જવું  તો મારી જાતને દુનિયામાં બધાથી ખુશનસીબ માનવા લાગુ. પછી બીજી જ ક્ષણે જ્યારે કોઈ ગાડીવાળો મારી આગળ થાય તો પોતાની જાતને દુનિયામાં સૌથી દુ:ખી માનવાલાગુ ..

પછી સફર શરુ થાય દૌડની આગળ નીકળવાની . જીવન પુરુ થાય પણ આ દૌડ ના પૂરી થાય “અરે ભાઈ (કે બહેન) જીવન જીવવા માટે છે , દૌડવા માટે તો નથી .આ જીવન સંતોષ થકી મળી શકે કોઈ વસ્તુ પાછળ દૌડવાથી નહીં.

જીવવા માટે જરૂર છે સ્પંદન કરતુ જીવન. ચાલો દૌડવાનું બંધ કરી જીવવાનું શરુ કરીએ.

આ વાતે ચાલો એક કાવ્ય થઇ જાય.

“સ્વર્ગ છે જીન્દગી ,નર્ક છે જીંદગી
ના માનો તો કઈ નથી ,
માનો તો બધું જ છે જીંદગી….”

બધું જ શું? તે પછી ક્યારે ક પણ , માથા પર હાથ રાખી એક વાત વિચારી જુવો કે આપણે દૌડીયે છીએ કે જીવીએ છીએ…અને જો દૌડવાના જ હો તો બેસ્ટ ઓફ લક ……

@વંદના જેઠાલોજા @

Advertisements

2 responses to “દૌડવા માટે જીવવું કે જીવવા માટે દૌડવું………

  1. આપણા બધાની હાલત વંડી પર બેઠેલ વ્યક્તિ જેવી જ છે… એક ઉદાહણ આપું તો , હું સ્કુટર લયને રસ્તા પર જતી હોય અને કોય સાયકલવાળાની આગળ નીકળી જવું તો મારી જાતને દુનિયામાં બધાથી ખુશનસીબ માનવા લાગુ. પછી બીજી જ ક્ષણે જ્યારે કોઈ ગાડીવાળો મારી આગળ થાય તો પોતાની જાતને દુનિયામાં સૌથી દુ:ખી માનવાલાગુ ..

    વંદના બહેન મેમલ બ્રેઇનની વાત અહીં સરળતાથી આપે કહી દીધી,બે સસ્તન પ્રાણી ભેગા થાય એટલે એકબીજા ઉપર ડોમીનન્ટ થવાની કોશિષ શરુ,અહીં આગળ નીકળી જવાય તો બ્રેઈન સીરોટોનીન ન્યુંરોકેમીકલનો સ્ત્રાવ કરે જે હેપીનેસ આપે.અને પાછળ પડાય તો કોર્ટિસોલ નો સ્ત્રાવ થાય જે દુખી કરે,આ વન્ડરફુલ ડીઝાઈન મિલિયંસ ઓફ યર્સથી કામ કરતી આવી છે,એણે તમે બંધ કરી શકો નહિ.આની વધારે સમજ માટે આપે મારા બ્લોગના લેખો વાંચવા રહ્યા.આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s